" વંદે માતરમ્ "

mithavi

તાજેતર સમાચાર(નવિન)

" શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળાની આ Oficial વેબસાઈટ પર આપનું ભાવભર્યું સ્વાગત છે"

Monday, 5 September 2022

5 મી સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણી.









                                       5 સપ્ટેમ્બર 2022 ના રોજ શ્રી મીઠાવી ચારણ પ્રાથમિક શાળા,તા-વાવમાં શિક્ષકદિનની  ઉજવણી કરવામાં આવી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતરત્ન અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજી વખતના રાષ્ટ્રપતિ રહેલા અને તેમની યાદમાં અને શિક્ષકોના સન્માનમાં તેમની જન્મજયંતી (શિક્ષક દિન)તરીકે ઉજવવામાં આવે છે.શિક્ષકદિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. શાળાના આચાર્ય તરીકે ભાટિયા અરવિંદભાઇ ચેલાભાઈ અને ઉપાચાર્ય તરીકે વાલડિયા ચંદ્રિકાબેન મશરુભાઈએ ખૂબ જ સારી કામગીરી નિભાવી હતી. આજરોજ દરેક વિદ્યાર્થી શિક્ષક બનેલા તે શાળા સમય પહેલા શાળામાં વહેલા આવી ગયા હતા. સમૂહમાં પ્રાર્થના કરી દરેકે પોતાની હાજરી પુરાવી શાળાના આજના સમયપત્રક પ્રમાણે સાત તાસ ધોરણ પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા. તેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અધ્યયન અને અધ્યાપન કરાવ્યું હતું. સાંજે ચાર દસ વાગે રમે તેની રમતમાં દરેક બાળકોને રમત રમાડીને મોજ મસ્તી કરાવી હતી. સાંજે 4:30 વાગે વિદ્યાર્થીઓ દ્વારા ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષકદિન નિમિત્તે દરેક ગુરૂજીઓએ શિક્ષકના સન્માન અને ગુરુ-શિષ્ય ના સબંધો વિશે માહિતી આપી.  સમગ્ર સ્ટાફે ખૂબ જ સહયોગ આપ્યો અંતે શાળાના આચાર્યશ્રીશ્રી શિવાભાઈ કે પરમાર સાહેબશ્રીએ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ, અભિનંદન અને આશીર્વાદ આપ્યા.બધા જ બાળકો ખુશહાલ થતાં ઘર તરફ પ્રયાણ કર્યું.     

No comments:

Post a Comment