કોરોના ગરજે !
વુહાનનો કાળ ગરજે !
ઈટલી નો યમ ગરજે!
અમેરિકાનો દુશ્મન ગરજે!
ઈરાનનો કાળમુખો ગરજે!
કયાં ગરજે!
આકાશ માં ગરજે !
વાદળોમાં ગરજે!
ટોળાંમાં ગરજે!
એકબીજાના મિલનમાં ગરજે
પરદેશીઓના હાથોમાં ગરજે!
કોરોનાગ્રસ્તના શ્વાસમાં ગરજે
ઉગમણો આથમણો ગરજે!
આરો ને આઘેરો ગરજે
થરથર કાંપે!
સૂરજ કાંપે તારા કાંપે
ઝાડ તણાં પાંદડા પણ કાંપે
મોટેરા કાંપે વૃદ્ધો કાંપે
ઘોડિયે હીંચતા બાળકો પણકાંપે
સૂતાં અને જાગતા સૌ કાંપે
જડ અને ચેતન સહુ કાંપે
કેવો ઝબૂકે
એરંડાના બીજ શો ઝબૂકે
ધતૂરાના ફેડવા શો ઝબૂકે
પાઇનેપલના ભેંગડા શો ઝબૂકે
ઓકટોપસના અંગ શો ઝબૂકે
ફૂલેરિનસ ની રચના શો ઝબૂકે
શીતળામા ના ડાઘ શો ઝબૂકે
બહાદુરો ઊઠે!
બડકંદાર ભારતીયો ઊઠે
સેનેટાઇઝર લેતાં વીરો ઊઠે
આઈસોલેટેડ પરદેશીઓ ઊઠે
માસક પહેરેલાં બંદા ઊઠે
દાઢીવાળો નરબંકો ઊઠે
એના સહુ બિરાદરો ઊઠે
સેવાભાવી નર્સાે ઊઠે
માનવતાવાદી ડોકટરો ઊઠે
મૂછેવળ દેનાર પોલીસો ઊઠે
કર્તવ્યનિષ્ઠ સફાઈકામદાર ઊઠે
ખોંખારો ખાઈ સેવકો ઊઠે
૧૩૦ કરોડ મા ભારતીના લાલ ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
ઘરમાં પૂરાઈ સાથ આપનાર ઊઠે
જાણે આભ મિનારા ઊઠ્યા
ઊભો રે’જે!
ત્રાડ પડી અમારી તું ઊભો રે’જે
ચીનના કુત્તા તું ઊભો રે’જે!
કાયર કુત્તા તું ઊભો રે’જે
પેટભરા! તું ઊભો રે’જે !
ભય થી ભાંગ્યો !
ચીન તને ડરાવનાર ભાંગ્યો
ભારતમાંથી કાયર ભાંગ્યો
દાઢીવાળા ના ભયથી ભાંગ્યો
ભારતીયોની સમજદારીથી ભાંગ્યો
પ્રજાની હિંમત જોઈને ભાંગ્યો
દેશની એકતા જોઈને ભાંગ્યો
થાળી -ઘંટના નાદથી ભાંગ્યો
ખમીરવંતા ભારતીયોથી ભાંગ્યો
સહુના લોકડાઉનથી ભાંગ્યો
નમસ્તેના હુંકારથી ભાંગ્યો
ભારતમાતા કી જય
૧૩૦ કરોડ ભારતીયોની સમજદારી પ્રણામ
No comments:
Post a Comment